STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

કાગડાભાઈ

કાગડાભાઈ

1 min
193

કાગડાભાઈને આવ્યો છે ભારે કોરોનાનો તાવ

કાગડાભાઈએ મૂકી દીધું રે ગાવાનું કાવ કાવ,


મમ્મી કહેતી તાવથી ના ડર

દવાથી તાવ જશે ભાગી

કાગડો તો મમ્મીને કહેતો

કોરોનાની મને બીક લાગી,


કોયલ કહેતી મનથી કોરોનાનું ભૂત તું ભગાવ

કાગડાભાઈને આવ્યો છે ભારે કોરોનાનો તાવ,


આતો બેટા સર્દી ઉધરસનો

સૌ કોઈને આવે છે વાવડ

તારે પૂરતો કરવો આરામ

આપણું ઘર છે આ બાવળ


કાબર બોલી કાગડાને લીંબુનું શરબત પીવડાવ

કાગડાભાઈને આવ્યો છે ભારે કોરોનાનો તાવ


કાગડાભાઈએ તુલસી ને

અજમાનાં પીધા ઉકાળા

પંખીઓ કહેતા આ દેશી

ઉપાયો કોરોનાને મારનારા


કાગડો સાજો થઈને મમ્મીને કે ગીતો સંભળાવ

કાગડાભાઈને આવ્યો છે ભારે કોરોનાનો તાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children