STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational Children

3  

KANAKSINH THAKOR

Inspirational Children

કાગડાભાઈ કોરોનામાં

કાગડાભાઈ કોરોનામાં

1 min
201

કાગડાભાઈ તો કોરોનામાં

રાખતાં બહું જ સાવચેતી

મમ્મી સાવધાની રાખો એવી

કાગડાને વારંવાર રે કહેતી,


કાગડાભાઈ તો માસ્ક બાંધી

દોસ્તો સંગાથે રમવા જાય

ઘેર આવતા મમ્મી કહેતી

 સેનેટાઈઝરથી હાથ ધોવાય,


ખાવાપીવામાં કાગડાભાઈ

તો રાખતાં બહું જ રે ધ્યાન

બહારનું ખાવાનું ટાળતાં

કામ સિવાય ના જતાં દુકાન,


બાવળનાં ઝાડ પર રહેતાં

કા કા કરતાં રે આખો દન

કક્કો શીખે, બારાક્ષરી શીખે

રહેતા એતો સદાય મગન,


કોરોનાનો ના રાખતાં ડર

ગરમ પીતા એતો ઉકાળા

સવારે નિયમિત યોગ કરતા

આ બધા કોરોનાને મારનારા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational