કાચ
કાચ
સંબંધો આમ તો,
નાજુક હોય છે
કાચ જેવા,
જરા ઠેસ વાગતા,
તૂટીને નાના ટુકડા,
બની વિખરાઈ જાય છે,
રસ્તામાં,
તેના ઉપરથી જ
પસાર થવું પડે છે,
આગળ વધતા,
પગ વિંધાય,
લોહીની ધાર થાય,
કેટલા અસાધારણ
કાચ પણ હોય જેના,
જેના ટુકડા ચૂભતા નથી,
કે હાનિ કરતાં,
તેવા જૂજ હોય,
પણ હોય ખરા.
