STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

જયહિન્દ જયઘોષ ત્રિરંગા

જયહિન્દ જયઘોષ ત્રિરંગા

1 min
216


જયહિન્દ જયઘોષ ત્રિરંગા….

શીર સાટે સોગંદ અમારા,

પાવન હિમાલય ગંગા

નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,

તારી    શાન   ત્રિરંગા

 

 

વિશ્વ ધરોહર ભૂમિ અમનની,

કેસરીયાળી     ક્યારી

ભારતની એ અમર સંસ્કૃતિ,

ઝૂમે  હરિયાળી પ્યારી

 

લાલ કિલ્લાએ શોભે કેવો,

અમર  યશ  સહભાગી

સુજલા સુફલા ધરા મંગલા,

ધન્ય  અમે   બડભાગી

 

લઈ સંદેશો ભારત ભોમનો,

tyle="border: 0px; font-family: inherit; font-size: 16.899999618530273px; font-style: inherit; margin: 0px; outline: 0px; padding: 0px; vertical-align: baseline; color: rgb(0, 128, 128);">ચંદ્ર    ભૂમિએ    ફરકે

ઝીલી સલામી કોટી બાહુબળી,

આજ   ત્રિરંગો    હરખે

 

નીલ વર્ણું ચક્ર અમારું, 

પ્રગતિ તણું પયગમ્બર

જયહિન્દ જયઘોષ બુલંદી,

ગાજે   સપ્ત   સમંદર

 

ધરી  હામ લડશે લડવૈયા, 

જય જય જોમ અમારું

ધૂળ ચાટશે આતંકી ઓળા,

સ્વાભિમાન ત્રિરંગા તારું

 

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું,

રંગ   ધરશે    રખવાળાં

નહીં ભૂલીએ બલિદાનો વીરા,

અમર જ્યોત અજવાળાં

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational