જવાબ દે
જવાબ દે
આવવાની રાહ જોઈ કેમ જવાબ દે,
સંધ્યા કાળે સૂરજ કેમ જોવે જવાબ દે !
કોને કહું વાત મારી સાંભળે કોણ ?
સવાલો કરનાર ઘણા અને કહે જવાબ દે !
નામ એનું લેવાનું છોડું કેમ?
સબધનોનું દ્રશ્ય છોડવું કેમ એ જવાબ દે !
પ્રેમ છે બે શબ્દ નહીં,
તારી સાથે બોલવાનું છોડું કેમ એ જવાબ દે !
પલ પલમાં સાથે રહેવું, રોવું, હસવું, ગાવું,
આ બધું ભૂંસી યાદોમાં જીવવું કેમ એ જવાબ દે !