માંગુ છું
માંગુ છું

1 min

11.7K
માંગુ છું રોજ હું તું દે છે
નથી પૂછ્યું તને તું કેમ છે,
સ્થાપીત કરી તને એક જગ્યાએ
આશીર્વાદ તું રોજ દે છે,
અઘરું મારુ કામ કોને કહું એ સમજાતું નથી
મીચું આંખ તું પાર કરી દે છે,
નજીવો કંટક લાગે તો
રડી લેવાય છે,
પહેરેલો તાજ તે કંટાળો
પૂછ્યું નથી તું કેમ છે,
ભરતીને ક્યાં ખબર છે એ ટકરાવની
લહેરો તો ઓટ બની વહી જાય છે,
સુખમાં ભૂલું હંમેશા તને
દુઃખમાં હંમેશા તુજ યાદ છે,
સ્વાર્થ છે કે અપેક્ષા મારી સમજાતું નથી
ખબર નહીં કેમ પ્રભુ
હંમેશા તું સાથ દે છે.