જુવાની
જુવાની


જુવાની તો છે ચાર દિનની ચાંદની,
અંધકારમાં ઓગળી ઞઈ ચાંદની.
જુવાનીનો થનગનતો હણહણાટ,
ઉડાડતી ગઈ ચહેરા પરની રોશની.
બસ હવે સાથે છે તન્હાઈની ઘડી,
યાદ આવે છે મને જુવાની દિવાની.
સ્વપ્નોમાં આવે છે કોઈ ખૂબ સૂરત,
હસીનાનો ચહેરો નુરાની.
વિરહ વેદનાથી ચહેરા પર ખુમારી,
છોડ ને "અનુ"ઉત્તર આદત રોવાની.