જૂની યાદો
જૂની યાદો
ફરી એ જૂનો ફોટો મળ્યો,
ફરી જૂની યાદો તાજા થઈ
જ્યારે ફોટો પડાવતી વખતે પણ
સાચી સ્માઈલ આવતી હતી,
ચાલને ભાઈ ફરી નાના થઈ જઈએ
રિમોટ માટે જગાડવાનું
મમ્મીને વાત વાતમાં હેરાન કરવાનું
મને સાસરે મોકલવાની વાતમાં ચિડવવાનું
ફરી બધું યાદ આવી ગયું
ચાલને ભાઈ ફરી નાના થઈ જઈએ
નાની એવી વસ્તુ પણ એક બીજા માટે સાચવી રાખવાની,
એક વસ્તુમાંથી સરખા ભાગ કરવાના
ખુદ પહેલા એક બીજાનું ધ્યાન રાખવાનું
ફરી બધું યાદ આવી ગયું,
ચાલને ભાઈ ફરી નાના થઈ જઈએ
એ દિવસો કેટલા મસ્ત હતા,
એક બીજા સાથે મસ્તી કરતા,
એક બીજા વગર રહી નહોતા શકતા,
ફરી એ બધું યાદ આવી ગયું,
ચાલને ભાઈ ફરી નાના થઈ જઈએ.
