STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

4  

Chaitanya Joshi

Inspirational Others

જુઓ

જુઓ

1 min
28.4K


ક્યારેક પારકાંને પોતાનાં બનાવી જુઓ,

એટલી વહાલપ શબ્દોમાં લાવી જુઓ.


ઓળખીતા તો દોષ જ જોવાના સદા,

અજાણ્યાના ગુણને બિરદાવી જુઓ.


તક સાધવા સહુ મિત્રતા કરનાર હોય,

વિના કારણ કોઈને અપનાવી જુઓ.


સૂરની સુંવાળપ અંતર ન આકર્ષનારી,

વખત આવ્યે સાથ દેવામાં ફાવી જુઓ.


ઉઘાડે પગે આવવાની વાતો કરનારને,

વિપતવેળા આવતાં અજમાવી જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational