જરૂરી છે
જરૂરી છે
વાણી પર સંયમ પણ જરૂરી છે,
જીવનમાં નિયમ પણ જરૂરી છે,
જીવનને રોમાંચક બનાવા,
થોડાક જોખમ પણ જરૂરી છે,
જીવનમાં લાકડીના સહારા જેવો,
પ્રેમાળ વાલમ પણ જરૂરી છે,
સલામત રહેવું હોય જગમાં તો,
થોડીક લગામ પણ જરૂરી છે,
"સરવાણી" કુંટુંબને સાચવવા,
થોડીક શરમ પણ જરૂરી છે.

