STORYMIRROR

Bharat Thacker

Drama

4  

Bharat Thacker

Drama

જોડી સ્વર્ગમાં બનીને આવે છે

જોડી સ્વર્ગમાં બનીને આવે છે

1 min
136

જોડી તો ઉપરથી બનાવીને મોક્લે ભગવાન છે

દુનિયામાં પતિ-પત્નીની જોડી, સંબંધોનું બહુમાન છે,


એકબીજાને સુખી કરવાની લગાવી ને હોડ

નિભાવે સપ્તપદીના પવિત્ર વિધાન છે,


શુભ બની રહે છે જિંદગી, બની રહે છે બધું મંગલ

‘કૃયાત સદા મંગલમ’નું મળી રહે અભયદાન છે,


સાથે સાથે થાય છે બનેં, શુધ્ધ, બુધ્ધ અને વૃધ્ધ

અને સાથે જાળવે પોત પોતાનું સ્વાભિમાન છે,


આમ તો બે માંથી એક જાય તો બાકી રહે એક

પણ અહીંયા તો શૂન્ય અને શૂન્યાવકાશનું પ્રાવધાન છે,


લોહીથી બંધાયેલા સંબંધો કરતા આ સંબંધ છે વિશિષ્ટ

આ સંબંધોમાં તો જન્મો જન્મનું અનુસંધાન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama