જો ને પેલા
જો ને પેલા
જો ને પેલા સસલાભાઈ
જો ને પેલા સસલાભાઈ
શાળાએ ભણવા જાય..
એ તો સ્વચ્છતાના પાઠ શીખતા જાય,
જો ને પેલા મોરભાઈ
જો ને પેલા મોરભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો સંસ્કારની વાતો શીખતા જાય,
જો ને પેલા ઉંદરભાઈ
જો ને પેલા ઉંદરભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો પ્રાર્થનાના બોલ બોલતા જાય,
જો ને પેલા શિયાળભાઈ
જોનેે પેલા શિયાળભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો વાર્તા સાંભળતા થાય,
જો ને પેલા હરણભાઈ
જો ને પેલા હરણભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો બાળગીતનું ગાન કરતા જાય,
જો ને પેલા પતંગિયાભાઈ
જો ને પેલા પતંગિયાભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો રમતો મેદાનમાં રમતા જાય,
જો ને પેલા હાથીભાઈ
જો ને પેલા હાથીભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો ગણિત ગમ્મત કરતા જાય,
જો ને પેલા વાંદરાભાઈ
જો ને પેલા વાંદરાભાઈ
શાળાએ ભણવા જાય...
એ તો વિજ્ઞાન દ્રષ્ટિકોણ ખીલવતા જાય.
