STORYMIRROR

Hasmukh Amathalal

Drama

2  

Hasmukh Amathalal

Drama

જન્મદિવસ મુબારક

જન્મદિવસ મુબારક

1 min
3.0K


કેટલા લાડકોડથી ઉછેરેલ,
આજે થઇ છે ઘુઘર વેલ.

તારા જન્મદિવસ નો અમોને આનંદ હોયજ,
પિત્તળે કુટુમ્બ નો એક માત્ર વારસ અને વંશજ. 

આજે બા નથી તેનો અફસોસ છે;
પણ તારી એક હૂંફ અને આસ છે.

બધા તારી વાત કરીયે અને હૃદયપૂર્વક યાદ કરીયે,
નાનપણના પ્રસંગોને આજના દિવસે ખૂબજ યાદ કરીયે.

નાનપણમાં અમે તને ભુરિયો કેહતા.
સોનેરી વાળ તારા ખુબજ સોહતાં

અમને ભાઈઓ માટે કેટલો આનંદ થતો?
પગ અમારો આનંદથી થનગનતો.

તારા જન્મદિવસ પર ખૂબજ શુભેચ્છા,
હું ઓવારણા લઉ અને અર્પું પુષ્પગુચ્છ

દિવસ રાત તારી પ્રગતિ થાય અને દીર્ઘાયુ રહે;
અમારા કુળ નો દિપક સદા જલતો રહે.

દિવસો આમજ પુરા થઇ જશે;
પણ સંબંધો તો કદીપણ નહિ ભુલાશે.

એક તાંતણે અને એકજ શ્વાસે,
રહીશું સદા આપણે પાસે પાસે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama