જન્મભૂમિ
જન્મભૂમિ
જાતિ હોય કે ભાષા, તારા રૂપ, રંગ અનેક,
સૌથી અનોખો સભ્યતાથી ભરેલો મારો દેશ,
અલગ છે પ્રદેશ અમારા સંસ્કૃતિ હોય નોખી,
રીતરિવાજને સભ્યતા અમારી સૌથી મોંઘી,
આપતા સૌ એકબીજાને આદરને બહુ માન,
વિશ્વ આખામાં ભાઈને બહેનનું થાય સન્માન,
પ્રાણ આપી રક્ષા કરતા દેશની અમારા જવાન,
એક દેશ અમારો જેનું ભારતમાતા કેરું માન,
સર્વધર્મની ભાવના અમારીને લોકશાહી નિરાળી,
ગર્વ છે અમને આ જન્મભૂમિ વિશેષ અમારી.
