જન્મ
જન્મ


શું લીધો જન્મ અહી
શા માટે?
ના જાણું કંઈ,
કંઈ તો કારણ હશે,
માગ્યું ના મળે,
ના ખુશી મળી,
હક નું એ છીનવી લેવા તૈયાર,
તો પણ એકલા,
સહન કર્યે જવાનું,
ના કોઈ સંગી ના સાથી,
જ્યાં મન હળવું થાય,
બહાર હસતા રહો,
હસાવતા રહેવાનું,
ને અંદર ઘુંટાતા રહેવાનું,
કેવી આ મનોદશા,
ક્યાં જઈ ઠાલવું,
એક જ છે ઉપાય,
કાં તો મનનું દે,
કાં હસતા મોઢે લઈ લે,
શું લીધો જન્મ,
ના સર્યો હેતુ કે
ના સર્યો કોઈ અર્થ.