જંજીર
જંજીર
તોડો જંજીર ગુલામીની
તોડો સાંકળ બંધનોની,
સાંકળો ભલે હોય મજબૂત
ભલે ને હોય એ બધી બાજુ,
કરો સામનો શત્રુઓનો
શક્તિ ભરી દો મુઠ્ઠીમાં !
રાખો એક ધ્યેય જીવનમાં
જેને માટે કરો પ્રયત્નો,
મોહમાયાનાં બંધન તોડો
તોડો વ્યસનોનાં બંધન,
ભરો ખુદમાં શક્તિ એટલી
વિજયી બનો સર્વમાં સદા,
થાઓ સ્વતંત્ર આપમેળે
માણો મુક્તિનો આનંદ સદા.
