જંજાળ જાજી છે
જંજાળ જાજી છે
જીવવું થોડું ને જંજાળ જાજી છે
જુવો ચહેરા સૌના કોન રાજી છે?
સમય જેનો સારો ચાલતો હોય
એની વાતમાં અહીં સૌની હાજી છે
કોણ સમજાવે કોને અહીંયા કો
આમ જુવો તો બધાય પાજી છે
અભિમાન કરે છે સૌ કે હું કરૂ બધું
બાકી તો કુદરતના હાથમાં બાજી છે
જાતે સમજી જાય "સતીષ" તો સારૂ
નહીં તો હાથે ઊભી કરેલી તારાજી છે