જંગલ
જંગલ


વનરાવનમાં ઘોર અંધારું જઈને બેઠું તળિયે
સૂરજને થયું તો ભોંય ઉપર પહોંચીને મળીયે,
ઝાડી ઝાપટા ઝાડવાની વનમાં બની સરકાર
ખાવું પીવું ને મોજમસ્તી નથી કોઈની દરકાર,
ઉપર આભ ને નીચે ધરતી પંખીનો શોરબકોર
કોલાહલ બંધ કરવા લુચ્ચું શિયાળ કરતું ટકોર,
વાઘથી બચવા સંતાકૂકડી રમતા પ્રાણી અપાર
ગર્જના સાંભળી સિંહની છાતી ચીરતી આરપાર,
મેઘમલ્હારની બંદિશ લઈને વીજળી ચમકતી
ટપકતી મેઘધારા ઝાડ ડાળીએ ઊંધી લટકતી,
વનરાવનમાં ઘોર અંધારું જઈને બેઠું તળિયે
માણસ વિચારે એક દિવસ જંગલમાં ગાળીયે.