જંગલ કેરા
જંગલ કેરા
જંગલ કેરા પ્રાણીઓની છુકછુક ગાડી ચાલી
છુક છુક ગાડી ચાલી એતો ખરીદી માટે ચાલી
હાથીભાઈ તો સૌની આગળ બેસે
કેળાની દુકાન દેખી ઝટ નીચે ઉતરે
જંગલ કેરા....
સસલાભાઈ તો ઠાઠમાઠથી ચાલે
લાલ લાલ ગાજર લેવા એ તો ચાલે
જંગલ કેરા....
વાંદરાભાઈ તો ગાડીમાં કૂદાકૂદ કરે
એક ડબ્બામાંથી બીજામાં જઈ કૂદે
જંગલ કેરા.....
ખિસકોલી બેન છેલ્લે સૌની બેસે
મગફળી જોઈને મુખમાં પાણી આવે
જંગલ કેરા.....
ઉંટભાઈની ડોક લાંબી લાંબી
એ તો ખાધા વિના લાંબો સમય રહે
જંગલ કેરા....
