જંગ ન્યાયની
જંગ ન્યાયની
હજુ હમણાં તો એણે દુનિયામાં ડગ
માંડ્યા હતા,
હજુ હમણાં તો એણે જિંદગીની
શરૂઆત કરી હતી,
સારા-નરસા, ધર્મ-અધર્મના ભેદની
તો એને ખબર જ
ક્યાં હતી ?
જાણ ક્યાં હતી એને માનવમનનાં
વિકારોની ?
જાણ તો હતી એને હશે આ દુનિયા
સુંદર એવા વિચારોની..
અસત્ય, હિંસા અને ખોટી માનસિકતાની
જંગમાં એ ભોળું પંખીડું પીંખાઈ ગયું..
માનવતાના નિયમો નેવે મૂકાયા અને
માનવતા રૂંધાઈ ગઈ..
હસતું-રમતું એ નાજુક ફૂલડું કરમાઈ ગયું,
પણ મન ચાહે છે એનું જંગ ન્યાયની..!