STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

જમકે બરસો

જમકે બરસો

1 min
177

શું ધરતી સંગ ના થઈ સગાઈ કે,

મોસમ તો છે પણ વરસતો નથી !


મીન-પિયાસી આંખોની સમજ નથી,

એટલે મોસમ તો છે પણ વરસતો નથી !


શું જુએ રાહ ધરતીનાં ગાંડીવથી વીંધાવાની,

છૂટ્યાં વગર બાણ, મોસમ છે પણ વરસતો નથી !


કહે નહીં જ્યાં સુધી ધરતી વરસાદને "જમકે બરસો",

ત્યાં સુધી માઝમ રાતે મોસમ હોય તો પણ વરસતો નથી !


પરાણે થોડો વરસે, હા તૂટક-તૂટક વરસી ફસકી પડે છે,

ચોમાસું છેહ આપે તો મોસમ હોય તો પણ વરસતો નથી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance