જિંદગીનો સફર
જિંદગીનો સફર
જિંદગીનો સફર ઞમતાનો,
ગુલાલ હોવો જોઈએ,
જિંદગી ચોપાટની હાર-જીતનો,
ખેલ હોવો જોઈએ.
પ્રકૃતિના સાનિધ્યમાં,
આમ્રકુંજની ગલીમાં ટહેલવું છે,
રસ્તાઓ પરના કંટકોની,
ઝાડીનો ઉકેલ હોવો જોઈએ.
જગમાં માણસ સીધો-સાદો,
સરળ મળવો મુશ્કેલ છે,
માણસ સાવ સરળ સ્વભાવનો,
ઠરેલ હોવો જોઈએ.
જીવન સદભાવ અને સમર્પણની,
ભાવનાથી સંગીન છે,
મનુષ્ય આત્માથી જ સદગુણનો,
ભરેલ હોવો જોઈએ.
કિસ્મતની રેખાઓ શૂન્યના,
મધ્યબિંદુએ જ છેદાણી છે,
પ્રમેયના પરિઘમાં છેદાતી રેખાનો,
સવાલ હોવો જોઈએ.