STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

4  

Dr.Riddhi Mehta

Drama

જિંદગીની રીત ન્યારી

જિંદગીની રીત ન્યારી

1 min
343

શ્વાસથી એક જીવનની શરૂઆત થઈ,

રંગ બદલતી આ દુનિયાની જાણ થઈ.

રમત રમતમાં લોકોની ભાત સમજાઈ,

પ્રપંચથી ઉભરાતાં જગની જાણ થઈ.


મનેખ ઓળખવાની અક્કલ મળી ગઈ,

કાચિંડા જેમ દુનિયા રંગ બદલતી ગઈ.

પોતીકાં જ દગો કરે એ વાત ન સમજાઈ,

અજનબી સંબંધે એ પ્યારી અનૂભૂતિ થઈ.


આજ મને જિંદગીની રીત નવી સમજાઈ,

પ્યારભરી જીવનની નવી શીખ મળી ગઈ.

રમત જિંદગીની સુખદુઃખમાં એ પુરી થઈ,

અંત સમયે ખુદાની આજે મને કદર થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama