જિંદગીની મજા
જિંદગીની મજા
લખાણ તો લખું છું હું રોજ ને તું વાંચે છે રોજ,
તું કદર કરે કે ના કરે પણ શબ્દો અસર જરૂર કરે છે રોજ.
તું મનમાં છૂપાવી લે છે મિજાજ તારો,
પણ ચહેરો હસીને ચાડી કરી જાય છે તારો.
કેટલું છૂપાવીશ અને ક્યાં સુધી છૂપાવીશ,
શું આમ મનમાં ને મનમાં બળ્યા કરીશ તું રોજ.
કહી નાંખ જે મનમાં દબાયેલું છે તે,
શું આમ ભીતર ભીતર સળગી જીવ્યા કરીશ તું રોજ.
જિંદગી છે જીવવાની જ છે કોઈપણ પરિસ્થિતિમાં,
તો ચાલને એકબીજા સાથે થોડી મજા કરી જીવી લઈએ રોજ.

