જિંદગીના તેડા
જિંદગીના તેડા
જિંદગીના ક્યાં નેડા હતા,
મુકામ સર કરી જશો કપાઈ ગયેલી દોર,
જિંદગીના ક્યાં ભરોસા હતા
અવિરત પામી દોસ્ત,
જુમી જવું યાદમાં ક્યારે મળશું એધણ હતા,
સાથિયા પુરયા રંગીન પ્રેમની આહટના ઓરતા હતા,
સમજણ અનેરી ઝઝૂમી ગઇ પળભરમાં,
તારી યાદોના ઝરણાં હતા,
વહાવી દીધી યાદોના સહારે આ જિંદગી,
ઈસને વિનવા સીવાય ક્યાં રસ્તા હતા
અણધારી આફતમાં જુદા થયા,
પહેલી અને છેલ્લી મુલાકાત હશે જાણતા હતા,
ખુદથી તડફળું છું હે, દોસ્ત સમયના ક્યાં ટોટા હતા,
મળશું કયારેક વિશ્વાસ બંધન આપણા એક હતા,
ઝખેં જિજ્ઞાસા પળભરની યાદોના,
પાને લખવાના ક્યાં રસ્તા હતા...