જિંદગીએ લીધો વળાંક
જિંદગીએ લીધો વળાંક
જિંદગીએ લીધો જ્યારે વળાંક
સમજાઈ ગયા માનવતાના આંક,
દોષ અમે તો પોતાને જ દેતા રહ્યા
હવે સમજાઈ ગયું કોનો હતો વાંક,
કંઈક તો ખૂટવાનું છે એને જીવનમાં
માણસને ઓછું પડશે જ કાં'ક ને કાં'ક,
પરીક્ષા કરી લેજો જો કરવી હોય તો
પાછીપાની કરે 'સ્નેહી' એવા નથી રાંક.
