STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

2  

Kiran piyush shah "kajal"

Abstract

જિંદગી

જિંદગી

1 min
342

અભાવ, અસુખ, પરિશ્રમ ને 

કસોટીઓ વચ્ચે,

અડધી અધૂરી ઈચ્છાઓ,

અંધબિડેલી આંખે જોયેલ શમણાં,


કાચી પાકી ઊંઘ ને

સતત દોડતા ન થાકતું મન..

નિષ્ફળતાને જીરવી..

ક્ષૃતાતુર ભૂખ્યા પેટ માટે,

ગરમ ગરમ ઊતારેલા રોટલા..


એમાંથી ઉડતી સોડમથી

ખેંચાઈ આવતાં...

સતત એ કસોટી કર્યા કરે..

પરિક્ષા પાર વગરની..

પાર ઉતરવાની ઈચ્છાઓ,


અને દોડતી હાંફતી..

સતત અભાવો ને આભાસી સુખો વચ્ચે

જીદે ચડેલી જિંદગી...

તારી ..મારી....આપણી..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract