STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational

3  

Hiral Pathak Mehta

Inspirational

જિંદગી

જિંદગી

1 min
171

કેવી છે આ જિંદગી ?

ઘણીવાર કવિતા જેવી,

બળબળતા ઉનાળામાં અચાનક વરસતાં વરસાદ જેવી,

તો ક્યારેક નાકામ શાયરના અધૂરા પ્રેમની ગઝલ જેવી,


કેવી છે આ જિંદગી ?

ક્યારેક સાત સૂરનાં સંગીતથી ભરપૂર પણ લાગણી ના નામે શૂન્ય,

તો ક્યારેક ના સૂર, ના શબ્દો, તો પણ આંખમાં આંસુ બની વહી જાય એવી,


કેવી છે આ જિંદગી ?

કો'કવાર ખુશખુશાલ ચહેરા પાછળ રડતી...

તો કો'કવાર હાસ્ય ને હોઠના સાથ માટે સળવળતી,


કેવી છે આ જિંદગી ?

દૂર હોય કોઈ તોય સાથ મહેસૂસ કરતી...

ને ભરી મેહફિલમાં ય એકલતા અનુભવતી...


કેવી છે આ જિંદગી ?

ક્યાંક ખોબે ખોબે ખુશી તો...

ક્યાંક દરિયાની જેમ ગમગીન વહેતી,


સૌની અલગ અલગ

કેવી છે આ જિંદગી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational