જિંદગી
જિંદગી
જેમતેમ વીતેલાં વર્ષોમાં પણ ગણાઈ ગઈ જિંદગી.
શરીરની રગેરગમાં જાણે કે એ વણાઈ ગઈ જિંદગી.
પચાસ સુધી તો કેમ જીવવું એ શીખવાનું હોય છે,
પણ એ પહેલાં તો રોગભરડે ભરખાઈ ગઈ જિંદગી.
કેમ કહું તમને હું દિલદાસ્તાન અંતર ભડકે બળે ને,
હતી હજુ તો વસંત ને કેવી એ કરમાઈ ગઈ જિંદગી.
વય અડધી તો ભણવાને કમાવામાં વીતાવી દીધેલી,
બાકીની દાક્તરોના બીલમાં ખરચાઈ ગઈ જિંદગી.
હતી મારેય તમન્ના જીવવાની એકદા માનવસમુંને,
રહી આશાકિતાબ અધૂરીને વપરાઈ ગઈ જિંદગી.