Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Desai

Tragedy

3  

Rahul Desai

Tragedy

જિંદગી.. તારાથી કોઈ ફરિયાદ નથી

જિંદગી.. તારાથી કોઈ ફરિયાદ નથી

1 min
411


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, આ મતલબી સંબંધોને સાચવામાં ક્યારે અમે સ્વયંને સાચવાનું ભૂલી ગયા એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, હૃદય ખોલીને ખુશીઓ વહેંચતાં, ક્યારે અમે એ જ હૃદયને દુઃખમા કૈદ કરી નાખ્યું એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, સાહીલ પર રજા માણતા ક્યારે અમે વ્યસ્તતાના દરિયા મહી ડૂબી ગયા એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, આંખમાં રહેલું ઝાકળનું મોતી ક્યારે સૂકાઈને ખરી પડયું એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, મુખ પર રહેતું એ ખડખડાટ હાસ્ય ક્યારે ઝાખાં સ્મિતમાં ફેરવાઈ ગયું એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, નાનપણમાં વાવેલા ઈચ્છાઓના એ બીજ ક્યારે જવાબદારીઓનાં વહેતા પૂરથી ધોવાઈ ગયા એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, ક્ષણમાં મા પણ ના ભુલાય એ ઈશ્વરના ધામમાં છેલ્લે ક્યારે ગયા હતા એ યાદ નથી.


એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,

બસ, મન મૂકીને છેલ્લે ક્યારે જીવ્યા હતા એ યાદ નથી.


Rate this content
Log in