જિંદગી ની રાહ..
જિંદગી ની રાહ..
કરે છે મથામણ જિંદગી મોજથી જીવવાની
ક્યાંક કોઈ આ મરીઝ ને આપે દવા જિંદગીની
દવા શોધવા જાવ તો દુનિયા દર્દ આપી જાય
પછી કોને કહું મારી કહાની અહીં જિંદગીની
બેફામ બની ને વરસી જાય છે જેમ પેલું તોફાન
ફુટેલી કૂંપળો પણ વિખરાઈ જાય છે જિંદગીની
એકાદ તરણું જો મળી જાય ક્યાંક એકલવાયું
તણાતાં અરમાનોને જાણે મળે રાહ જીંદગીની
ખોવાયેલી હસ્તીને શોધવાને ક્યાંક ચિરાગ મળે
ઠરી ગયેલી તસ્વીરમાં જાણે મળે આગ જિંદગીની!
