જિંદગી÷મોત = મન
જિંદગી÷મોત = મન


કોણ કહે છે 'સમય' અંનત છે,
જો જૂઓ ને તો બધી જ વસ્તુનાં સમયનો ક્યારેક તો 'અંત' જ છે,
કોણ કહે છે પ્રકાશ સૌથી 'ઝડપી' છે,
જો જૂઓ ને તો દુનિયામાં 'મન' સૌથી વધુ રજડ અને ઝડપી છે,
કોણ કહે છે કે 'અંતર' કાપવું અઘરુ છે,
જો જૂઓ ને તો 'જિંદગીનાં' ફક્ત એક દિવસમાં દુનિયાનું ચક્કર શક્ય છે,
ને આ સાયન્સ કહે છે કે વેગ અને સમયનાં ગુણાકારથી અંતર શક્ય છે,
પણ જો ઉપરના લેખથી સમજોને તો મન પર કાબુ રાખવાથી જિંદગી અને મોત વચ્ચેનું જીવન રમ્ય છે.