એનો સાથ
એનો સાથ
1 min
103
ચા મા બોળેલા એ 'પારલે-જી' ના બિસ્કિટ ને ખાતા જે 'અદભુત' સ્વાદ આવે ને એવો અદભુત હતો સાથ અમારો ,
વીસ-વીસ ઓવર ની બેટ-દડા ની રમત રમ્યા પછી વડલા નીચે બેસી 'પેપ્સી' પીતા જે આહલાદક મીઠો અનુભવ થતોને એવો મીઠો ને મધૂર હતો સાથ અમારો ,
એ ભરબપોર ની ગરમી મા અડધી કલાક ની રાહ જોયા પછી વીડયો-ગેમ રમવાનો વારો આવતા જે 'ખુશી'થતી ને એવો 'ખુશ-ખુશાલ' થી ભરેલો હતો સાથ અમારો
ને એ રાત્રે હળીમળી ને રમાતી રમતો મા આપણા ઉપરથી દા ઉતરતા જ કેવા ખુશી થી ઝુમી ઉઠતા....તેવોજ જામ થી ભરેલો હતો સાથ અમારો ,
ને જો આ ચાર વાતો સાંભળીને તમને પણ એની યાદ આવી ગઈ હોય ને તો હા મારા મિત્રો આવોજ 'યાદગાર' સાથ હતો 'બાળપણ'.