જિંદગી બની જશે તહેવાર
જિંદગી બની જશે તહેવાર
જિંદગી બની જશે એક તહેવાર,
જો સારો રાખો તમારો વ્યવહાર,
રાખો સદા સૌના માટે હૈયે પ્રીત,
રાખો સૌ સાથે તમે સદ વ્યવહાર,
દુઃખમાં આપો પ્યારભર્યો સહકાર,
એના માટે એ જ છે કિંમતી ઉપહાર,
દુઃખીયાનાં બેલી બની દુઃખ દૂર કરો,
આપો એના જીવનને સુંદર આકાર,
કંટક દૂર કરો તમે સૌની રાહ પરથી,
ફૂલો ભરી કરી દેશે ઈશ્વર તમારી ડગર,
કરો સપના સાકાર સૌના અહીં તમે,
હકીકત બનશે તમારા શમણાંઓનું નગર.