જીવનરૂપી રથ
જીવનરૂપી રથ

1 min

62
શરીરરૂપી રથમાં આત્મા સારથી છે,
મન-હૃદય તેનાં દોડતાં બે પૈડા છે.
અશ્વ માફક દોડતી ઇંદ્રિયો નાળી રૂપે,
આત્માનાં વિચારોની બધી દિશાઓ છે.
જીતવું છે જીવન યુદ્ધ માટે રોજ રથની
સારસંભાળ અને સજજતા રાખવી છે.
વ્હેલી સવારમાં ઉઠીને આરોગ્ય માટે,
આત્માનાં ખોરાક માટે પ્રાર્થના કરવી પડે છે.
કરવું પડે છે સમુદ્ર-મંથન પ્રતિપળ હૃદયમાં
ઝેરી તત્વોને 'અમૃત'મય બનાવી પડે છે.