STORYMIRROR

Arjun Gadhiya

Inspirational Others

4  

Arjun Gadhiya

Inspirational Others

જીવનનો સારથી

જીવનનો સારથી

1 min
337

કેશવ થાને મારા જીવનનો સારથી,

જીવનનો સારથી મારા દુઃખોનો પારધી,

કેશવ૦...


ડૂબી રે ગયો છું હું આ સંસારના રે ભારથી,

તારી જા ને તું મને ગીતાના રે જ્ઞાનથી,

કેશવ૦...


પડી રે ગયો છું હું આ મુશ્કેલીના રે મારથી,

ઉભો કરને તું મને તારા રે હાથથી,

કેશવ૦...


હટી રે રહ્યો છું હું આ જગતના મેદાનથી,

સંભાળી જા ને તું મને યુદ્ધ વિનાની હારથી,

કેશવ૦...


ભટકી રહ્યો છું હું આ સત્યના રે માર્ગથી,

માર્ગ ચિંધને તું મને 'અર્જુન'નાં રે સારથી.

કેશવ૦...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational