STORYMIRROR

Pravina Avinash

Drama

2  

Pravina Avinash

Drama

જીવનની કહાની

જીવનની કહાની

1 min
13K


સહુના જીવનની એક કહાની છે

આવ્યા ક્યાંથી સહુ અજાણ છે

ક્યાં જવાના તેની ઉત્કઠા છે

ક્યારે જઈશું તે વણઉકલ્યું છે

આ સ્થળનો મહિમા અપાર છે

પ્રેમે માયાના તાર ગુંથ્યા છે

જીવન જીવવાનો હૈયે ઉમંગ છે

કશુંક કરી છૂટવાની તમન્ના છે

જીવન ભોગવવાની ઈચ્છા છે

સત્યના માર્ગે સદા ચાલવું છે

પ્રમાણિકતાના મહોરાં પહેર્યાં છે

સારા સંસ્કાર દ્વારા દીપાવ્યું છે

સ્વામાનભેર ગૌરવે જીવવું છે

સહુની આમન્યા જાળવવી છે

બાળકોને પ્યાર શિખવવો છે

સ્વાર્થને અંકુશમાં રાખવો છે

મારું તારું નહી આપણું છે

જીવન નાટકનો તખ્તો છે

ભાગ લેતા કલાકાર વૃંદ છે

નવા પાત્રોનું પદાર્પણ છે

ભાગ ભજવી જીવન માણે છે

વિરામનો પડદો પડવાનો છે

કહાનીનો અંત નિશ્ચિત છે

જૂના પાત્રો વિદાય થાય છે

નવું જીવન ધરાએ પાંગરે છે

ફરી નૂતન કહાની રચાય છે

જીવન કહાની ચીલાચાલુ છે


Rate this content
Log in

Similar gujarati poem from Drama