જીવનનાં તબક્કા
જીવનનાં તબક્કા
રજા છે, રડવાની બાળપણને, યુવાની ને,
પણ, ટપકે નહીં ઘરડું આંસુ પાંપણથી,
લાગે, કોઈ બાંધ્યું હશે નિયમથી !
બાળપણ :- રાજાશાહીમાંં ફરે.
યુવાની :- દીવાનીમાં લે'ર કરે.
ઘડપણ :- કારાવાસમાં કેદ રે....
'જીવ' એક, ત્રણ તબક્કામાંં ફરે.
જીવનને માણે, અંતે જાણે.
પણ મોહમાંથી પાછો ન ફરે.
બેઠું થયું, ઓરડામાં આળસ મરડી, અરમાન ઘરડું.
સરસ ને સરળ, નિષ્પ્રાણ થઈ ઢળી પડ્યું.
