STORYMIRROR

Dinesh soni

Romance Inspirational

4  

Dinesh soni

Romance Inspirational

જીવન સંગીની

જીવન સંગીની

1 min
527

જીવન નિર્વાહ ચલાવે,જીવન સંગીની,

પ્યાલો પ્રેમનો પીવરાવે,જીવન સંગીની.


ધરી રાખે છે એ મૌન આમ જ કાયમ,

પાઠ પ્રેમનો શીખડાવે, જીવન સંગીની.


સમજી પણ શકે છે ભાવનાઓ સારી,

કામો ઘરનાં નીપટાવે, જીવન સંગીની.


ધારણ કર્યું છે આવરણ પ્રેમનું અંદર,

રોગો આમ વિખરાવે, જીવન સંગીની.


આપે છે હિમત મુશ્કેલ સમયમાં વળી,

ધૈર્ય આપી બીવડાવે, જીવન સંગીની.


ક્યારેક રૂપ રૌદ્ર દેખાડે અદભૂત પણ,

ભડાસ વળી નીકળાવે, જીવન સંગીની.


મૌન ધારણ કરી લે પણ ક્યારેક 'દિન',

પ્રેમે પરિવાર પીગળાવે, જીવન સંગીની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance