STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama

જીવન જીવવું હજુ બાકી છે !

જીવન જીવવું હજુ બાકી છે !

1 min
1.7K



જીવી લીધું જીવન ઘણું બીજા માટે,

નિજ માટે જીવવું હજી બાકી છે!!


દુભવ્યું હોય જો મન કોઈનું,

માફી તેની માંગવી હજી બાકી છે!!


વીતી ગયું જીવન સાંસારિક કાર્યોમાં,

સાચું જીવન જીવવું તો હજી બાકી છે!!


આ તારું, આ મારું કરીને ઘણું જીવી લીધું,

સાચું સુખ મેળવવું તો હજી બાકી છે!!


લડી લીધું આ જીવન યુદ્ધ મહાભારત સમું,

કૃષ્ણ તણું જ્ઞાન મેળવવું તો હજુ બાકી છે!


અનેક બંધનોથી બંધાયેલા આ આત્માને,

બહાર ખુલ્લા આકાશમાં વિહરવું હજી બાકી છે!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama