જીવન એક રેસ
જીવન એક રેસ
કર મહેનત વધ આગળ સફળતા તૈયાર છે,
નાનું નથી કોઈ કામ, ત્યાગ આળસ જીત છે,
કાર ચલાવી ડ્રાઈવર બન, કર કામ અનેક,
રાખ ઈરાદો નેક, નીતિ સારી જય કાર છે,
જિંદગીની આ રેસમાં મહેનત દિન-રાત છે,
કર સતત પરિશ્રમ, સફળતા તારી દાસી છે,
આવશે એક દિ' તારો પણ રેસમાં ઉતરવાનો,
ભવિષ્ય શ્રમથી ઉજ્વળ, તું સફળ ચાલક છે,
બનીશ વિજય તું પણ, આ જીવન હરીફાઈમાં,
ઉદ્યમ કરતાં બન મહાન, જીવન એક રેસ છે.
