જીવન એક પાઠશાળા
જીવન એક પાઠશાળા


જીવનની પાઠશાળામાં દરરોજ એક નવો પાઠ ભણું છું,
રોજ રોજ નવા વિષયોનું ઊંડું અધ્યયન કરતો જાઉં છું.
જીવન એક ગણિત છે એટલે સરવાળા બાદબાકીની,
ઊભી થતી આડીઅવળી ગૂંચવણો ઉકેલતો જાઉં છું.
પર્યાવરણના પાયામાં પ્રાણી સૃષ્ટિનું ચિતાર આપેલ છે,
એટલે કયારે ક -મને સામાજિક પ્રાણી બનતો જાઉં છું.
ભાષાઓના ભાષણોમાં વ્યાકરણની અવગણના થકી,
રાજનેતા જેમ સમૂહમાં વાણી-વિલાશ કરતો જાઉં છું,
બચપણથી યુવાની સુધી માનવતાના પાઠ શિખતા,
ઘણી વાર અમાનવીય વ્યવહાર પણ કરતો જાઉં છું.