જીવી લે !
જીવી લે !


જીવી લેને તું આજમાં
ખબર ક્યાં છે કાલની ?
તૈયારી હતી રાજપાટની
રામને ક્યાં ખબર હતી વનવાસની ?
આજને સુધારી લે
આપોઆપ સુધરી જશે કાલ જી
વક્ત નથી કોઈનો મોહતાજ
ખબર રાખ તું આ વાતની
વાત સરળ ને સીધી છે આજની
લખ્યું મિથ્યા નહીં થાય જી
એ તો ભેખ છે
કર્મ તણાં સિધ્ધાંતની
પરિસ્થિતિ સહર્ષ સ્વીકારી લે આજની
"અપના હાથ હી હૈ જગન્નાથ''
ન રાખીશ અપેક્ષા કોઈના બાપની !
જીવી લે તું આજમાં
હૈયે રાખી હામ જી
ખબર રાખજે
ખબરને પણ ખબર નથી
ક્યારે થઈ જશે ખાખ જી !