જીવી જવાશે રે...
જીવી જવાશે રે...
સાથ હશે જો તારો વાહલી જીવી જવાશે રે....
એકલા એકલા આ તે ભવમાં કેમ જીવાશે રે....
ખારું રે દરિયાનું પાણી, કોણ એ પીશે રે....
મીઠડી મારી આવે દોડી, મુજને દીસે રે.....
હાથમાં હશે હાથ જો તારો, ઝેર પીવાશે રે.... સાથ હશે જો તારો.
ડુંગરા જેવા દુઃખ દીધાં એ કેમ ચઢાશે રે....
મમતાનું ઓલું માટલું કેજો કેમ ઘડાશે રે....
બાથમાં હશે બાથ જો વાહલી, ભેળું લડાશે રે.... સાથ હશે જો તારો.
ઊગે સુરજ તારા નામે, દિલના ગામે રે....
ચાંદો ઊગે રાતે જોઉં તુજ સરનામે રે....
સંગાથ હશે જો તારો વાહલી, જ્યોત ફેલાશે રે.... સાથ હશે જો તારો.
સાથ હશે જો તારો વાહલી જીવી જવાશે રે....
એકલા એકલા આ તે ભવમાં કેમ જીવાશે રે....