STORYMIRROR

LALIT PRAJAPATI

Inspirational

4  

LALIT PRAJAPATI

Inspirational

જીવી જશો

જીવી જશો

1 min
397

રણનાં મૌનને જો સમજી જશો 

તો દરિયાના ઘૂઘવાટને પી જશો,


કરમાઈ જશો જો ડાળી છોડશો

પકડીને રાખશો તો ખીલી જશો,


યાદ રાખવા માટે ચહેરો જ કાફી છે

'નામ'ની વાત કરું તો ભૂલી જશો,


આમ તો આવ્યા બધા મરવા કાજે

વતન પર મરશો તો જીવી જશો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational