જીવી ગયો છું
જીવી ગયો છું
જિંદગીનો દોરો વીંટળાઈ ગયો છે
તારી કોકડીની ગૂંચવણોમાં,
ગૂંચવણો સુલજાવવામાં ગાંઠો અસંખ્ય છે
ચશ્મા જ હવે મારી આંખો છે !
પ્રયત્નો ખુબ કર્યા છે સુલજાવવા માટે
આખરે ગૂંચવણોમાં વીંટળાઈને
જીવી ગયો છું, જીવી ગયો છું !
તડકો રોજ વરસે છે અહીં
ચાવીના રમકડાને નચાવવા,
ડફલી વગાડી રહ્યો છું દરરોજ
ચાવી ભરે છે તું જ્યારે -જ્યારે,
રોજ ચાવી ના ઈશારા પર નાચી
જીવી ગયો છું, જીવી ગયો છું !
ગગનનો એક તારો બની ગયો છું
રોશની મારામાં હોય કે ન હોય !
ચમકી રહ્યો છું છતાં સૂના ગગનમાં,
ચાંદની બની તું ચમકી છો એમ જાણી
જીવી ગયો છું, જીવી ગયો છું !
