STORYMIRROR

Vijita Panchal

Children

4  

Vijita Panchal

Children

જીની મારી ફ્રેન્ડ

જીની મારી ફ્રેન્ડ

1 min
397

છે એક મારો જાદુઈ ચિરાગ,

શોધ્યો પણ ના જડ્યો,

અંધારામાં મળ્યો ક્યાંકથી,

સફેદ પ્રકાશ પાડ્યો,

ઘસ્યો જ્યારે મેં એને,

બહાર આવી એક સુંદર પરી,


પૂછ્યું એને,"કોણ છું ?"

બોલી ચમકતું તેજ છું,

નીકળી છું હું ચિરાગમાંથી,

જીની મારું નામ,

સઘળી ઈચ્છા પૂરી કરતી,

કરતી અવનવાં કામ,


દેહ મારો લાગે કુમળો, 

તોયે ઝટપટ દોડતી,

સૌને વરદાન આપવા,

ભાન ભૂલીને ઠુમકતી,

નાનાં ભૂલકાંઓને ગમતી હું,

માગે એ હું આપું,


સ્મિત સાથે તાળી પાડતાં,

સ્નેહ સાથે હરખાઉં,

રમકડાં કે લાડવા,

શું આપું એ બોલો,

જાઉં પાછી ચિરાગમાં,

પછી મને ના કહેજો !


Rate this content
Log in

Similar gujarati poem from Children