જીંદગી
જીંદગી
ક્યારેક ખુશીઓથી મહેકતો બાગ
ક્યારેક દુ:ખનો તાગ છે જીંદગી,
ક્યારેક સડસડાટ સફળતા તો
ક્યારેક નિષ્ફળતાની ઘાત છે જીંદગી,
ક્યારેક ખિલેલી વસંત બહાર તો
ક્યારેક પાનખરથી ઉજ્જડ વન છે જીંદગી,
ક્યારેક શિયાળાની ગુલાબી સવાર તો
ક્યારેક ઉનાળાનો આકરો તાપ છે જીંદગી,
ક્યારેક ઝાકળની બૂંદ સમ તો
ક્યારેક વરસાદની ભીંની મૌસમ છે જીંદગી,
ક્યારેક ઝળહળતો પુનમનો ચંદ્રતો
ક્યારેક અમાસની અંધારી રાત છે જીંદગી,
ક્યારેક કંટક પાથરેલ કેડો તો
ક્યારેક પૂષ્પો સમ જાજમ છે જીંદગી,
ક્યારેક અલગારી એકલતા તો
ક્યારેક સંબંધોની ખેચતાણ છે જીંદગી,
ક્યારેક જુઠ્ઠાણાનો દંભ તો
ક્યારેક સત્યતાનો જંગ છે જીંદગી,
ક્યારેક પ્રેમથી ભરપુર ફાગ તો
ક્યારેક વિરહ તણો રાગ છે જીંદગી,
ક્યારેક સપનાની ઉગતી પરોઢતો
ક્યારેક સંધર્ષ સંગ ઢળતી 'સાંજ' છે જીંદગી.
