STORYMIRROR

kusum kundaria

Classics Inspirational

3  

kusum kundaria

Classics Inspirational

જીંદગી

જીંદગી

1 min
559


ગઝલ. (બંધારણ.ગાલગાગા ગાલગા લગા,)


જીંદગી તો એક જંગ છે.

કેટલા એનાય રંગ છે.


હાર ના માનો તમે કદી,

જીત હંમેશા સળંગ છે.


જીવવું તો ડર ન રાખવો,

હર ક્ષણે કેવો ઉમંગ છે.


સંકટોથી હારશો નહીં,

રીત સાચી એજ ઢંગ છે.


છૂટશે એ જાણ ના થશે,

આજ શ્વાસો પણ દબંગ છે.


રોજ એની જો નવી કથા.

એજ લાક્ષાની સુરંગ છે.


કંટકોની સાથ ફૂલ છે.

તું અકારણ કેમ તંગ છે.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics