STORYMIRROR

Hemisha Shah

Romance

4  

Hemisha Shah

Romance

ઝરૂખે વાટ જોતી

ઝરૂખે વાટ જોતી

1 min
346

રાહ્ જોતી હું તો ઝરૂખે

તું મળવાને આવજે

હૃદયની લાગણી મારી 

તું પ્રેમ થી વધાવજે..


અડજે સરક્તા ઝાકળ ને પછી  

સવારે સોનેરી તડકાને ઉઠાડજે

વાગશે ઘંટડી ને બાંગ સંભળાશે

તું અવાજે આજે ને શંખનાદ ગજાવજે


ચહેકતાં પંખીઓની ટોળી આકાશે 

હાંક મારી કોક દી એમને બોલાવજે

ગરજશે ક્યાંક વાદળ ને મેહ ઉમટશે 

ટોડલે જો મોરલો હોય તો ટહુકો લગાવજે

 

રૂદિયું મારુ ઘેલું કાં હું ઘેલી

ઝરૂખે વાટ જોતી તું મળવાને આવજે 

તું મળવાને આવજે..તું મળવાને આવજે


Rate this content
Log in

Similar gujarati poem from Romance